આણંદ : પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં મહિલા મતદારોને મતદાન માટેની આમંત્રણ પત્રિકા વિતરણ કરાઈ
Live TV
-
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદારો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ગૌરવભેર ઉજવણી કરે તે માટે સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિના ભગીરથ પ્રયાસો કરાઈ રહ્યા છે.
આગામી મે મહિનાની 7 મી તારીખે લોકશાહીના મહાપર્વની ઉજવણી આણંદ જિલ્લામાં કરવામાં આવનાર છે, ત્યારે જિલ્લાના 1773 મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરૂષો અને મહિલાઓના મતદાનની ટકાવારીનો તફાવત 10 ટકા કરતાં વધુ હોય તેવા અને કુલ મતદાન 50 ટકા કરતાં ઓછું હોય તેવા મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં ગત ચૂંટણીમાં સ્ત્રી - પુરૂષ મતદાનમાં જોવા મળેલા 10 ટકાથી વધુના તફાવતને દૂર કરવા જિલ્લાના 309 મતદાર વિસ્તારમાં હાથ ધરાયું ચૂનાવ પાઠશાળા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 50 ટકાથી ઓછું મતદાન ધરાવતાં ૩૩ મતદાન મથકોની ઓળખ કરીને મતદાન જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લાના આવા ઓળખ કરાયેલા લગભગ તમામ મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં37 મતદાન મથકોની મહિલાઓને આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી છે.
આણંદ લોકસભા મત વિસ્તારમાં આ આમંત્રણ પત્રિકા થકી મહિલા મતદારોને દૈનિક કામગીરીની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી સહપરિવાર મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરણા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
