પાટણ : સાંતલપુરના વારાહીમાં બાઈક રેલી દ્વારા શિક્ષકોએ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કર્યા
Live TV
-
આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 આવી રહી છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તમામ વર્ગના લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ મતદાન જાગૃતિ માટે સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સાંતલપુર તાલુકાના વારાહી શહેરમાં શિક્ષકો દ્વારા ભવ્ય બાઈક રેલી કરીને શહેરીજનોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી શહેરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા આજરોજ ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. રેલીમાં શિક્ષકો દ્વારા મતદાનના નારા લગાવી જાગૃતિ માટેના બેનર્સ, પોસ્ટર્સ અને મતદાર જાગૃતિના ગીતો વગાડી તમામ પ્રજાજનોને મતદાર કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બાઈક રેલીમાં 150 જેટલા શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો.
