અંબાજી રૂટ પર લૂટારુઓએ લૂટી બસ
Live TV
-
યાત્રાધામ અંબાજી નજીક ગત મોડી રાત્રીએ ખાનગી લક્ઝરી બસ સહીત એસટી બસ ઉપર લૂંટના ઇરાદે કરાયેલા પથ્થરમારાની ઘટનાને લઈ અંબાજી આવતા યાત્રિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
23મી એપ્રિલમા રોજ મોડી રાત્રે અંબાજીથી માત્ર 6 કિલોમીટર જેટલી દૂર શિવદ્ત નાળા પાસે રાત્રીના અઢી થી ત્રણ વાગ્યાના સુમારે કેટલાક અજાણ્યા સખ્શો દ્વારા હાઇવે માર્ગ પરથી પસાર થતા વાહનો ઉપર પથ્થરમારો કરાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટા મોટા પથ્થરો બસ ઉપર ફેંકાતા લક્ઝરી બસના અનેક કાચ તોડી પડાયા હતા. જેમાં ગુજરાત ટ્રાવેલ્સની બસના ડ્રાઇવરને પથ્થર લગતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી બસ રોડની બાજુએ ખાડામાં ખાબકી હતી. જયારે વડોદરા અંબાજી રૂટ સહીત એસટી બસ ઉપર પણ પથ્થર મારો થતા, તેના પણ કાચ તોડી પડયા હતા. જોકે એસટી બસના સમય સુચકતા વાપરતા તે અંબાજી પહોચી જવામાં સફળ નીવડ્યો હતો. પણ ખાનગી લકઝરી બસ ખાડામાં ખાબકી જતા મુસાફરો લૂંટના ભોગ બન્યા હતા. જોકે પોલીસ 25 થી 30 મિનિટમાં જ પહોંચી જતા મોટી લૂંટ કે મોટી જાનહાની બચી હતી અને લકઝરી બસમાં બેઠેલા મુસાફરોને સહી સલામત અંબાજી મોકલી દેવાયા હતા. જોકે જે લકઝરી બસના ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો છે. જોકે આ મામલે અંબાજી પોલીસ લૂંટ થયાની બાબતને નકારી હતી અને લૂંટ મામલે કોઈ ફરિયાદ થઇ નથી તેમ જણાવ્યું હતું જયારે લૂંટનો ભોગ બનનાર મુસાફરે અજાણ્યા લૂંટારુઓને પોતાના પાસે થઈ તથા અન્ય મુસાફરો 30 થી 40 હજાર રૂપિયાની રોકડ રકમ લૂંટારુને ફેંકીને આપી હોવાનું જણાવી રહ્યા છે અને રાત્રીના સમય ગભરાયેલા હોવાથી તેમજ રૂપિયા તો ગયા પણ જાણ બચી ગઈ તેમ માની પોલીસ ફરિયાદ ન કરી હોવાનું પણ જણાવી રહ્યા છે.
રાત્રીના 2.30 કલાકે એસટી બસ સહીત ખાનગી લકઝરી બસ ઉપર લુંટ ના ઈરાદે પથ્થર મારો કરાયો છે પણ કોઈ રોકડ રકમ લુંટ ના સમાચાર નથી અને લુંટ બાબતે પોલીસ ફરીયાદ પણ થઈ નથી.