Skip to main content
Settings Settings for Dark

#Bitcoin મામલે આરોપી એસપી જગદીશ પટેલને કોર્ટમાં રજૂ કરાશે

Live TV

X
  • રાજ્યમાં અને પોલીસબેડાંમાં ચકચાર જગાવનાર બીટકોઇન ખંડણી કેસમાં આજે અમરેલીના એસ.પી. જગદીશ પટેલને કોર્ટમાં રજૂ કરાશે. અમરેલી SOG તથા LCBના તમામ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પીઆઈ અનંત પટેલને સસ્પેન્ડ કરાતાં નવો વળાંક આવ્યો છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને ગાંધીનગરની આસપાસ આંતરી અને નજીકના ફાર્મહાઉસ પર લઇ જઇ તેની સાથે મારપીટ કરીને તેમની પાસેથી 200 જેટલા બીટકોઇન આંચકી લેવાની ફરિયાદ શૈલેષ ભટ્ટ દ્વારા સીઆઇડી ક્રાઇમમાં કરવામાં આવી હતી જેમાં શૈલેષ ભટ્ટ્ અને તેના પાર્ટનર કીરીટ પાલડીયાના બીટકોઇનનો સમાવેશ થયેલો હતો. તેને લીધે શરુ થયેલા તપાસના ધમધમાટમાં દરરોજ નવાં વળાંકો આવી રહ્યા છે. અમરેલી એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર અનંત પટેલની ધરપકડ બાદ અમરેલી એલ.સી.બીના એસ.પી. જગદીશ પટેલને ક્રાઇમબ્રાંચ દ્વારા શનિવારે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર ન રહેતાં રવિવારે સાંજે તેની અટકાયત કરીને ગાંધીનગર ખાતે પુછપરછ માટે લાવવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે સી.આઇ.ડી. ક્રાઇમના ડી.આઇ.જી. દિપાંકર ત્રિવેદીએ જણાવ્યું કે, પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે અને મોબાઇલ વોલેટથી બીટકોઇન ટ્રાંસફર કરવામાં આવ્યા હતા. સી.આઇ.ડી. ક્રાઇમ દ્રારા શૈલેષ ભટ્ટને પણ બોલાવવામાં આવી શકે છે અને આ તમામ લોકોને સાથે બેસાડીને પુછપરછ થઇ શકે તેમ છે જેથી કેસને વધુ મજબુત થઇ શકે. શક્યતા છે કે મોડી સાંજ સુધીમાં જગદીશ પટેલની ધરપકડ કરીને આવતી કાલે કોર્ટમાં રજુ કરવામાં આવે અને વધુ તપાસ આગળ વધારવામાં આવે. નોંધનીય છે કે સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાના મુંબઇ સ્થિત પુત્ર સંજય કોટડીયાને પણ બોલાવીને પુછપરછ કરવામાં આવી છે જેથી શંકાની સોય નલિન કોટડીયા સમક્ષ પણ જઇ રહી હોય તેવું લાગે છે. સાથો સાથ સુરના વકિલ કેતન પટેલનું નામ ચર્ચામાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply