દેવભૂમીદ્વારકામાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના આવી સામે
Live TV
-
બાળકીને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ, પોલીસે 10 જેટલા શકમંદોની પૂછપરછ હાથ ધરી.
દેવભૂમી દ્વારકા ના કલ્યાણપુર તાલુકા ના કુરંગા ગામની નજીક આરાએસપીએલ કંપની માં રહેતી 4 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.માતા કપડા ધોવા ગઈ હતી તે દરમિયાન પાછળ થી અજાણ્યો શખ્સ બાળકી ને ઉઠાવી લઇ ગયા હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી એ સમગ્ર ઘટના અંગે માતા ને જાણ કરાતા બાળકીની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ બાળકી ને જામનગર ની જીજી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા આઇપીસી કલમ 363 , 376 તેમજ પોકસો ની કલમ 4 અને 12 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી પોલીસે 10 જેટલા શકમંદો ની અટકાયત કરી પૂછપરછ કરી છે. પોકસો ની કલમ અંતર્ગત નવા કાયદા મુજબ આરોપી ને ફાંસી ની સજા થઇ શકે.
આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદે જણાવ્યું કે, લેબર કોલોનીમાં બનેલી આ ઘટના અંગે શંકાસ્પદ શખ્સોને રાઉન્ડ અપ કરી તેમની પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.