ગાંધીનગર સેક્ટર ચાર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન
Live TV
-
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે કર્યું પોલીસ ચોકીનું ઉદ્ધાટન.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ગાંધીનગર સેક્ટર ચાર પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસ દ્વારા લોકહિતમાં લીધેલા આ નિર્ણયને લોકો દ્વારા આવકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના અગ્રણી હિનાબેન પટેલ, ગુડાના ચેરમેન આશીષ દવે, ગાંધીનગર શહેરના નાગરિકો અને પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આ તકે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેર રાજ્યનું પાટનગર હોય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ વિસ્તારમાં 13 નવી પોલીસ ચોકી અને સાઇબર ગુનાઓ વધતાં જતા હોય સાઇબર સેલ રચના કરવામાં આવી છે. શહેરમાં 11 જેટલાં નાકા પોઇન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં 24 કલાક પેટ્રોલિંગ કરાશે.