અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મેનેજિંગ કમિટીના કારોબારી સભ્યોની બેઠક યોજાઇ
Live TV
-
આર.ટી.ઓ. કલીયરન્સ, ચેક પોસ્ટ ઉપરની તકલીફ, ઇ-વે બિલ, સી.જીએસટી અને ઓવર લોડની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી.
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ખાતે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મેનેજિંગ કમિટીના કારોબારી સભ્યોની બેઠક મળી હતી. જેમાં ટ્રક-ટ્રાન્સપોર્ટને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના રાજ્યમંત્રી અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનમના પ્રેસિડેન્ટ વાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. બેઠકને સંબોધિત કરતાં મંત્રી વાસણભાઈએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટની બાબતોને લઈને ઘણી બધી સમસ્યાઓ હોઈ શકે. પરંતુ સૌએ સાથે મળીને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો પડશે. બેઠક દરમિયાન ટ્રાન્સપોર્ટને લગતા વિવિધ મુદ્દાઓ જેવા કે, આર.ટી.ઓ. કલીયરન્સ, ચેક પોસ્ટ ઉપરની તકલીફ, ઇ-વે બિલ, સી.જીએસટી અને ઓવર લોડની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી અને રાજ્યના અલગ-અલગ ઝોનમાંથી ઉમેરાયેલા નવા સભાસદોની સભ્ય તરીકે દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી.