વડોદરામાં એન્ફોર્સમેન્ટ વિભાગે 1122 કરોડની મિલકત લીધી ટાંચમાં
Live TV
-
ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલક ભટનાગર પિતા-પુત્રો સામે હાથ ધરાઇ કાર્યવાહી.
વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંચાલક ભટનાગર પિતા-પુત્રો સામે એન્ફોર્સમેન્ટ વિભાગે કાર્યવાહી કરતાં તેમની 1122 કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. ગત તા.5 એપ્રિલના રોજ સીબીઆઈ દ્વારા ભટનાગર પિતા-પુત્રો સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાતા પિતા સુરેશ ભટનાગર તેમજ પુત્રો અમિત અને સુમિત ફરાર થઈ ગયા હતા. જેમને ગત અઠવાડિયે ઉદયપુરની હોટેલમાંથી ઝડપી લઈ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાતા તા.27 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરાા હતા. ભટનાગર પિતા-પુત્રો દ્વારા વિવિધ 11 બેન્કોના કુલ રૂપિયા 2654 કરોડનું કૌભાંડ આચરાયાનું બહાર આવ્યું હતું. આ અંગે આજે એન્ફોર્સમેન્ટ વિભાગે ત્રણેય સાથે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી 1122 કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.