ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને ગીર જંગલોમાં દીપડો પાણી પીતો જોવા મળ્યો
Live TV
-
ગીર ના જંગલોમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના સામે આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ ને ગીર જંગલોમાં કુદરતી અને કુત્રિમ રીતે બનાવેલા પાણીના પોઇન્ટ પર દીપડો પાણી પીતો જોવા મળ્યો હતો.
ગીર ના જંગલોમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના સામે આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ ને ગીર જંગલોમાં કુદરતી અને કુત્રિમ રીતે બનાવેલા પાણીના પોઇન્ટ પર દીપડો પાણી પીતો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન પાણી પીતો દીપડો જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓ માં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સામાન્ય રીતે દીપડાને પાણી પીતો કેમેરામાં કેદ કરવો એ ભલભલા મોટા કેમેરામેન માટે પણ સંકટ સમાન હોય છે. એ એટલા માટે કે દીપડો ચતુર અને ચાલક પ્રાણી છે. માનવીની હાજરીમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતો નથી. ત્યારે આવી રીતે દીપડો પાણી પીતો હોઈ તેવા દ્રશ્યો અમારા ડીડી ગિરનારના કેમેરામાં કેદ થયા છે. જે આપણાં ગીરના જંગલોમાં અતિ દુર્લભ અને ભાગ્યેજ જોવા મળતા દ્રશ્યો આપ પણ માણો.