ગાંધીનગર ખાતે આજે માલધારી યુવાનોને સહાય-ધિરાણ વિતરણનો કાર્યક્રમ
Live TV
-
ગાંધીનગર ખાતે આજે માલધારી યુવાનોને સહાય-ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગર ખાતે આજે માલધારી યુવાનોને સહાય-ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 513 ગોપાલક યુવાનોને કુલ રૂ. 6 કરોડ 77 લાખની સહાય-ધિરાણના ચેક અર્પણ કરશે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર તથા રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2000થી રબારી અને ભરવાડ સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત ગોપાલક નિગમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 7340 લાભાર્થીઓને રાજ્ય સરકારે રૂ.43.65 કરોડની સહાય આપીને પગભર બનાવ્યા છે. જ્યારે વર્ષ 2017-18 દરમિયાન 875 લાભાર્થીઓને કુલ રૂ. 11.40 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.