Skip to main content
Settings Settings for Dark

રાજયના તમામ જિલ્લાઓમાં 1 મે થી એક મહિના સુધી જળસંચય અભિયાન

Live TV

X
  • રાજયની સેવાભાવી સંસ્થાઓની સાથે મળીને જિલ્લામાં પહેલી મેથી એક મહિના સુધી જળસંચય અભિયાન હાથ ધરાશે.

    અમદાવાદ જિલ્લામાં પહેલી મેથી એક મહિના સુધી જળસંચય અભિયાન હાથ ધરાશે. જેમાં 266 તળાવો અને 489 ચેકડેમો ઊંડા કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ માહિતી આપી હતી. આ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક વસાહતો, ધાર્મિક સંસ્થાઓ, એનએસએસનાં સેવકોનો સહયોગ લઈ જળસંચય અભિયાનને પરિમાણલક્ષી બનાવવામાં આવશે.

    શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં જળસંચય અભિયાન માટે જિલ્લા વહીવટતંત્રના અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિ સાથે બેઠક કરી સહયોગ માટે અપીલ કરી હતી. આગામી 31 જુલાઈ સુધી કોઈપણ ગામ-શહેરમાં પાણીનું પૂરતી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જળસંચય અભિયાન માટે જિલ્લા વહીવટતંત્રએ પાંચ કરોડ રૂપિયાના કામોનું આયોજન કર્યું છે. જળસંચયના અભિયાનમાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા 430 જેટલી નવી ખેત તલાવડી, 45 જેટલા તળાવો અને 11 જેટલાં ચેકડેમો ઊંડા કરાશે. બે લાખ 23 હજાર 454 માનવ દિવસ રોજગારીનું સર્જન થશે. જળસંચયના કામો સાથે ચોમાસામાં 34 લાખ પાંચ હજાર વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply