સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી પર તાપમાનનો પારો પહોચ્યો
Live TV
-
સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ, તો બે દિવસ સુધી હિટવેવની શક્યતા.
આજે ગુજરાત અગન પ્રકોપ નીચે શેકાયું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીની ઝપેટમાં આવ્યા હતા. આજે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર ખાતે 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ડિસા, અમદાવાદ,ગાંધીનગર, અને નલિયા ખાતે તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસોમાં હીટ વેવ ચાલુ રહેશે તેવા સંકેતો આપ્યા છે.