ભંગારના ગોડાઉનમાં લાગી ભિષણ આગ, ફાયર બ્રિગ્રેડ ઘટના સ્થળે
Live TV
-
બારડોલી રોડપર લાગેલી આગની લપેટમાં આસ પાસના મકાનો આવી જતા ઘરો ખાસી કરાવી દેવાયા.
નવસારી શહેરના નજીક બારડોલી રોડ ખાતે આવેલ ભટ્ટાઇ ગામે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પગલે નવસારી ફાયર બ્રિગેડને જાણ કરાતા નવસારીના ૫ ફાયર ફાયટરો ઘટના સ્થળે પોચી ગયા હતા. બાદમાં આગ ભીષણ થતા વિજલપોર, બીલીમોરા અને બારડોલીના ફાયર ફાયટરોને પણ આગ પર કાબુ મેળવવા બોલાવવામાં આવ્યા છે. આગની લપેટમાં આસ પાસના ૫ મકાનો આવી જતા તે પણ આગમાં સ્વાહા થઇ ગયા હતા. જેને પગલે અન્ય ઘરોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. નવસારી મામલતદાર અને પોલીસનો સ્થાફ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવાવાના પ્રયત્નો કરી રહ્યા છે. જરૂર પડે સુરત ફાયરને પણ જાણ કરવામાં આવશે.