નર્મદામાં જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Live TV
-
ટ્રાન્સફોર્મીગ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ સંદર્ભે એકશન પ્લાન મુજબની થયેલી કામગીરી-પ્રગતિનો એકશન ટેકન અહેવાલ કેન્દ્રીય નીતિ આયેાગને સમયાંતરે મોકલાય તે જોવા જિલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદરનો અનુરોધ નીતિ આયોગના પેરામીટર મુજબ જિલ્લામાં ૫ જેટલાં ક્ષેત્રોમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાતના ઉદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના અગ્રસચિવ અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદરે ટ્રાન્સફોર્મીગ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ નર્મદા સંદર્ભે કેન્દ્રીય કાપડ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ ગત માસમાં જિલ્લાના એકશન પ્લાનના અમલીકરણ માટે કરેલ દિશા નિર્દેશ મુજબ જિલ્લામાં લેવાયેલા પગલાઓ અને હાથ ધરાયેલ વિકાસકીય પ્રવૃતિઓનો ″એકશન ટેકન″ રિપોર્ટ નિયત સમયાંતરે કેન્દ્રીય નીતિ આયોગને મોકલાય તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર આર.એસ. નિનામા ઉપરાંત એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ સંદર્ભે નિમાયેલા જુદા જુદા નોડલ અધિકારશ્રીઓની ઉપિસ્થિતિમાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે તાજેતરમાં જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા હૈદરે ગત ૨૫ મી માર્ચે કેન્દ્રીય મંત્રી શ્રીમતી ઇરાનીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકની કાર્યવાહી નોંધ મુજબ જિલ્લામાં આજદિન સુધી જુદા જુદા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિગતવાર સમીક્ષા કરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
હૈદરે કેન્દ્રીય નીતિ આયોગના જુદા જુદા ૪૮ જેટલા માપદંડો અન્વયે થયેલી પ્રગતિની ઓનલાઇન ડેટા એન્ટ્રીના માધ્યમથી જે તે સેકટરમાં નોંધાયેલ ફેરફાર ઉપરાંત જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ-પશુપાલન- સિંચાઇ-નાણાંકીય સામેવેશક, કૌશલ્ય વર્ધન અને માળખાકીય સુવિધાઓ ક્ષેત્રની કામગીરી નકકર અને પરિણામલક્ષી બની રહે તે માટે નિર્ધારિત માપદંડો મુજબ જિલ્લામાં યુધ્ધના ધોરણે ઝુંબેશના રૂપમાં સચોટ સુધારો લાવી શકાય તે માટે અધિકારીઓની અલાયદી શિબિર યોજવાની પણ તેમણે હિમાયત કરી હતી.
આ બેઠકમાં પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્રારા જિલ્લાના એકશન પ્લાન અમલીકરણ સંદર્ભે રસીકરણ ઝુંબેશ, સર્વ રોગ નિદાન કેમ્પ, આંગણવાડી સ્વચ્છતા દિવસ, પ્રાથમિક શાળાઓમાં રેમેડીયલ ટીચીંગ, ઉચ્ચારાત્મક શિક્ષણ, લર્નિંગ આઉટ કમ મેલા, KHEDUT પોર્ટલની કામગીરી, એગ્રીકલ્ચર વોટર રિસોર્સિસ, જન ધન યોજના હેઠળ બેંકના ખાતા ખોલાવવા, નાબાર્ડ ધ્વારા જિલ્લાનો ક્રેડીટ પ્લાન, NTC ના સ્વયં સેવક નોધણીની ખાસ ઝુંબેશ વગેરે સંદર્ભે થયેલી કામગીરીની જિલ્લા કલેકટર આર.એસ. નિનામાએ પ્રભારી સચિવ હૈદરને જાણકારી આપી તેમણે વાકેફ કર્યા હતાં.