કેશોદ ખાતે ગરીબ વર્ગની ૧૫૦ મહિલાઓને રૂ! ૧૨ લાખની સ્વરોજગાર લક્ષી ટુલકીટનું વિતરણ
Live TV
-
રાજ્યમાં ચાલુ વર્ષે ૫૦ હજાર બહેનોને સ્વારોજગારની તાલીમ અપાશે : માટીકલા બોર્ડના અધ્યક્ષ દલસુખભાઇ પ્રજાપતિ
ગુજરાત માટીકામ અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાર-ગાંધીનગર દ્વારા કેશોદ ખાતે સાગરખેડુ પરિવારો અને શહેરી ગરીબ પરિવારની ૧૫૦ બહેનોને સ્વકરોજગારલક્ષી ટુલકીટનું વિતરણ કરવામાં આવ્યુંધ હતું. કેશોદ ખાતે આવેલ ભારત હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના શાહપુર, માળીયાના જુથળ, જુનાગઢ શહેરના અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અને માંગરોળ તાલુકાના સાગર ખેડુ પરિવારની ૧૫૦ બહેનોને પગભર થવા માટે દરેકને રૂ! ૮ હજારની કિંમતના સિલાઇ મશીન અને સંલગ્ન સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુંવ હતું.
આ પ્રસંગે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા ના અધ્યક્ષ દલસુખભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યમાં ૫૦ હજાર બહેનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવશે. પ્રજાપતિએ વધુમાં કહ્યું કે, સંસ્થાલ દ્વારા દર વર્ષે ૧૫૦૦૦ બહેનોને રેકઝીન બેગ આર્ટીકલ મેકીંગ તાલીમ, સોફ્ટ ટોઇઝ આર્ટીકલ મેકીંગ તાલીમ આપવામાં આવે છે. બહેનોને ઘરબેઠા ગામમાં જ તાલીમ આપી ટુલકીટ આપી ગરીબીમાંથી બહાર લાવવા સંસ્થાઆના પ્રયાસોને વેગ મળે તે માટે અન્યગ બહેનોને પણ તાલીમ લેવા પ્રોત્સાપહિત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના ડીરેક્ટર મોહનભાઇ વાડોલીયા અને સુરેશભાઇ પ્રજાપતિએ પણ સંસ્થારની વિસ્તસરતી જતી પ્રવૃતિઓની માહિતી આપી હતી. સંસ્થાંના નિયામક આર.કે.પટેલે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા ગામમાં જ બહેનોને તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થી બહેનોને સ્ટાઇફન્ડ પણ આપી રોજગારી મળે તે માટે કીટ આપવામાં આવે છે. ટ્રેનર અને હેલ્પનર ટ્રેનરને પણ મહેનતાણુ ચુકવવામાં આવે છે. દર વર્ષે અંદાજે ૫૦૦૦ કીટનું વિતરણ થાય છે. હવે, આ તાલીમનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
આ તકે શાપુરના ટ્રેનર ચાવડા રાજીબેહને પ્રતિભાવ આપ્યો હતો કે, સાગરખેડુ વિસ્તાતરમાં આ તાલીમ ગરીબ વર્ગની બહેનો માટે આશીર્વાદ સમાન બની છે. પોતે માલધારી પરીવારમાંથી આવે છે અને આ યોજનાથી ઘણી બહેનોના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેમ જણાવ્યુ હતું. તાલીમાર્થી બહેન મિષુબેન ચાવડા અને સોલંકી વૈશાલીબહેને પણ ૬૦ દિવસમાં તેમને સોફ્ટ ડોયઝ અને બીજી ઘણી બધી વસ્તુઓ બનાવતા આવડી ગઇ છે તે અંગે હર્ષની લાગણી વ્યજક્ત કરી હતી.
આ તકે કેશોદના અગ્રણી અને મહિલા કાર્યકર્તા શારદાબેન રાખોલીયાએ જણાવ્યું હતું કે રાજય સરકાર મહિલાઓને કેન્દ્રમાં રાખીને મહિલાલક્ષી યોજના બનાવવામાં આવે છે. બહેનોને સિલાઇ મશીનનો ઉપયોગ કરીને પગભર થવા અપીલ કરી હતી. જૂનાગઢ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ઉચાટે જણાવ્યું હતું કે તાલીમ લીધા બાદ બહેનોને વધારે ફંડની જરૂર હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બાજપેઇ બેંકેબલ યોજનામાં રૂ.૮ લાખ સુધીની અને અન્ય યોજનામાં રૂ.૨૫ લાખ સુધીની લોન મળે છે. જેમાં બહેનોને ૩૫ ટકા સુધીની સબસીડી પણ મળવા પાત્ર છે. આ કાર્યક્રમનું સંચાલન એસ.જે. ગજેરાએ કર્યું હતું.