#Leopard | ઉનાળો તો બધાને માટે સરખો
Live TV
-
ગીર જંગલોમાં કુદરતી અને કુત્રિમ રીતે બનાવેલા પાણીના પોઇન્ટ પર દીપડો પાણી પીતો જોવા મળ્યો.
દીપડો નિશાચર હિંસક પ્રાણી છે. મોટેભાગે રાત્રી દરમિયાન જ દીપડો વન-વગડામાં પાણી અને શિકારની શોધમાં નીકળતો હોય છે. ગીરના જંગલોમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના સામે આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને ગીર જંગલોમાં કુદરતી અને કુત્રિમ રીતે બનાવેલા પાણીના પોઇન્ટ પર દીપડો પાણી પીતો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન પાણી પીતો દીપડો જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ભૂખ અને તરસ માણસને અકળાવે જ છે. આ કાળઝાળ ઉનાળો ભલ ભલાને ભૂ-પિતા કરી દે છે. પછી ભલે એ જાનવર હોય. હાલ ગીરના જંગલોમાં ઉનાળાની ઋતુ ચરમસીમાં છે. ત્યારે ગીરમાં વસતા પશુ પક્ષીઓને પાણી પીવા માટે ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેને લઈને કુત્રિમ રીતે બનાવેલા એક માત્ર સ્ત્રોત પર પ્રાણીઓ નિર્ભર હોઈ ત્યારે એક દીપડો પાણીના પોઇન્ટ પર પોતાની પ્યાસ બુઝાવતો જોવા મળ્યો હતો.