આરોગ્ય વિભાગે મસાલા વેપારીઓ સામે લાલ આંખ
Live TV
-
જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મસાલાનું વેચાણ કરતા અને ઉત્પાદકોને ત્યાં દરોડાઓ પાડવામાં આવ્યા હતા.
જામનગર શહેરના નદીપા, ગ્રેઇન માર્કેટ અને હક માર્કેટ વિસ્તારોમાં તૈયાર મસાલા મરચું, હળદર, અને જીરુ-રાય વિગેરેનું વેચાણ કરતા વેપારીઓ આરોગ્ય વિભાગની ઝપટે ચડી ગયા હતા. આરોગ્ય વિભાગે અલગ અલગ જગ્યાએ ટીમ બનાવી દરોડાની કામગીરી હાથ હારી હતી. આ કાર્યવાહી દરમ્યાન યશ ત્રેદર્શ, શ્રી નાથજી ટી ટ્રેડર્સ, દલવાડી કિરાણા ભંડારમાંથી નમુના લેવાય હતા. ખાસ કરીને બાર માસ માટે ગૃહિણીઓ ઘરમાં અલગ અલગ મસાલાઓ એક સાથે ભરી રાખતા હોય છે. ત્યારે ગૃહિણીઓની માંગને પહોંચી વળવા મસાલા ઉત્પાદકો મોટા પાયે ભેળસેળ કરતા હોય છે. તે અંગેની વ્યાપક ફરિયાદો પણ લોકોમાં ઉઠવા પામી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરી મસાલાનાં સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.