મોરબી શહેર કોંગ્રેસ સમિતિ એક દિવસના પ્રતિક ઉપવાસ પર
Live TV
-
મોરબી શહેરના પાણી-લાઈટ, રોડ-રસ્તા અને સફાઈ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ થતું નહિ હોવાથી, પ્રજાના પ્રશ્નોને વાચા આપવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના પટાંગણમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.
મોરબી નગરપાલિકાના પટાંગણમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા એક દિવસીય ઉપવાસ આંદોલનમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા, કોંગ્રસ અગ્રણી મુકેશભાઈ ગામી, રમેશભાઈ રબારી તેમજ કોંગ્રેસના હોદેદારો અને પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા તંત્ર પાણી- લાઈટ, રોડ રસ્તા અને સફાઈ જેબી પાયાની નાગરિક સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યાનો આક્ષેપ કરીને કૉંગી જનોએ સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારની માહિતી પાલિકા તંત્ર આપતું નથી. સરકારી યોજનાના રૂપિયા ક્યાં અને કેટલા વપરાયા તેની રાઈટ ટૂ ઇન્ફોર્મેશનમાં પણ માહિતી આપતી નથી. નગરજનો અસુવિધાથી ત્રાહિમામ પોકારી ગયા છે તેવા કોંગી અગ્રણીઓએ આક્ષેપો કર્યા હતા. વધુમાં કોંગી અગ્રણીઓએ જણાવ્યું કે પાલિકા તંત્ર જો પ્રશ્નોનો ઉકેલ નહિ લાવે તો આગામી દિવસોમાં પાલિકા કચેરીને તાળાબંધી કરવાની પણ કરવામાં આવશે.