અકસ્માતો ઘટાડવા માટે 'સુહાસ ફિટનેસ ઈન્સ્પેક્ટર' એપ શરૂ કરાઈ
Live TV
-
એપના માધ્યમથી RTO કચેરી કાર્યવાહી કરતી હોવાથી બધા માપદંડો યોગ્ય રીતે જળવાઈ રહે છે.
રાજ્ય સહિત દેશભરમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. એવામાં અકસ્માતમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 'સુહાસ ફિટનેસ ઈન્સ્પેક્ટર' નામની એપ શરૂ કરવામાં આવી છે.
આ એપ દ્વારકાની RTO કચેરી ખાતે આવતા તમામ પ્રકારના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની ઓનલાઈન ચકાસણી કર્યા પછી જ આપવામાં આવશે. એપના માધ્યમથી RTO કચેરી કાર્યવાહી કરતી હોવાથી બધા માપદંડો યોગ્ય રીતે જળવાઈ રહે છે. આ જ કારણે ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અકસ્માતોમાં 17 ટકાનો ઘટાડો થયો છે.
