બોટાદઃ ઘરવિહોણા પરિવારને પાકું મકાન મળતાં આનંદ છવાયો
Live TV
-
યોજના અંતર્ગત અત્યાર સુધી કેટલાય ઘરવિહોણા લોકોને ઘરની છત મળી છે.
ઘરવિહોણા અને કાચા મકાનમાં રહેતા પરિવારોને પોતાનું પાકું મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'પ્રધાનમંત્રી આવાસ યોજના'નો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત અત્યાર સુધી કેટલાય ઘરવિહોણા લોકોને ઘરની છત મળી છે.
આ જ યોજનાનો લાભ બોટાદ તાલુકાના પીપરડી ગામના ચંદુભાઈ ચતુરભાઈ નાંદલિયાને મળ્યો છે. વાડીમાં મજૂરી કામ કરતો પરિવાર પહેલા કાચા મકાનમાં રહેતો હતો. આ પરિવારે ક્યારેય સપનામાં પણ વિચાર કર્યો ન હતો કે, તેમને પાકું મકાન રહેવા માટે મળશે. પાકું મકાન બંધાયા પછી પરિવારના આનંદની કોઈ સીમા રહી ન હતી.
