વલસાડઃ રોજિંદા મુસાફરો માટે વલસાડથી વાપી અને સુરત સુધી ટ્રેન દોડાવાશે
Live TV
-
જેને લઈને વલસાડથી વાપી તરફ આવતી ટ્રેનને શરૂ કરવા પૂર્વે શ્રીફળ વધેરી સ્ટેશન મનેજરે વાપી તરફ જવા લીલી ઝંડી દર્શાવી હતી.
રેલવે તંત્ર દ્વારા વલસાડના રોજિંદા પાસ ધારકો માટે મહત્વનો કહી શકાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડથી સુરત તરફ દોડતી પેસેન્જર ટ્રેનને હવે પ્રથમ સવારે ૭-૪૫ એ વાપી સુધી દોડાવવા અને વાપીથી સુરત સુધી દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેને લઈને વલસાડથી વાપી તરફ આવતી ટ્રેનને શરૂ કરવા પૂર્વે શ્રીફળ વધેરી સ્ટેશન મનેજરે વાપી તરફ જવા લીલી ઝંડી દર્શાવી હતી. વલસાડથી વાપી તરફ આવતા રોજિંદા 1800 થી 2000 જેટલા પાસ ધારકો માટે રેલવે તંત્ર દ્વારા એક માત્ર ટ્રેન કચ્છ એક્સપ્રેસનો સહારો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુસાફરો સાથે થતા ઝઘડાને લઈને રોજિંદા પાસ ધારકોએ રેલવેને કોઈ અન્ય ટ્રેન દોડાવવા માટે અનેક રજૂઆતો કરી હતી.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોની ફરિયાદ સાંભળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે વલસાડ સ્ટેશનેથી પ્રથમ વાર શરૂ થતી વાપી તરફ આવતી ટ્રેનને ફૂલોના હારથી સજાવીને રવાના કરવામાં આવી હતી.
