અથાગ મહેનત અને મક્કમ મનોબળથી હાંસલ કર્યો ઉચ્ચ લક્ષ્યાંક
Live TV
-
અમદાવાદની બે યુવતીઓએ G.P.S.Cની પરીક્ષા પાસ કરી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. આજે તમામ ક્ષેત્રે મહિલાઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે, ત્યારે સરકાર પણ મહિલાઓના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ બનાવી છે.
કહેવાય છે કે, 'સિધ્ધિ એને જઈ વરે, જે પરસેવે ન્હાય' આનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે અમદાવાદની પદ્મીન રાઠોડ અને ખુશ્બુ કાપડિયા. છેલ્લા 8 વર્ષથી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા ખુશ્બુ કાપડિયાએ પોતાના ઉચ્ચ લક્ષ્યાંકને નોકરી મળ્યા પછી પણ હાંસલ કર્યો છે. હાલની G.P.S.C. પરીક્ષા પાસ કરીને ડી.વાય.એસ.પી. તરીકે પસંદગી પામી છે. તેમણે કોઈ પણ પ્રકારનાં ટયૂશન વગર માત્ર દ્રઢ મનોબળ અને યોગ્ય મહેનતથી G.P.S.C.ની પરીક્ષામાં સફળતા મેળવી છે. જ્યારે પદ્મીન રાઠોડે પણ યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનતથી પોતાનું અને પરિવારનું સ્વપ્ન સાકાર કરીને ડેપ્યુટી કલેકટર તરીકે પસંદગી પામ્યા છે.