પુરવઠા વિભાગનો સપાટો, ગેરકાયદે વેચાતી રાંધણગેસની 11 બોટલ પકડી
Live TV
-
ગીરસોમનાથ જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર વેચાણ કરતા રાંધણગેસની બોટલો પકડી પાડી. ઘર વપરાશના રાંધણ ગેસ તેમજ કોમર્શિયલ સિલિન્ડર સિલિન્ડર સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
ગીર સોમનાથ જિલ્લામાં પુરવઠા વિભાગના અધિકારીઓએ દરોડા પાડી ગેરકાયદે વેચાણ થતાં રાંધણ ગેસની બોટલો કબજે કરી છે. કારિયાનાની દુકાનમાં ગેરકાયદેસર રાંધણ ગેસની બોટલ વેચાતી હોવાની બાતમીના આધારે પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં પુરવઠાના અધિકારીઓએ 11 જેટલી રાંધણગેસની બોટલ જપ્ત કરી છે.
પ્રભાસ પાટણના જુના મ્યુઝિયમ પાસે આવેલ શક્તિ કારીયાના ભંડાર નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસની બોટલ બેચાતી હતી. જેની બાતમીના આધારે દુકાન સંચાલક પવન વધવાની નામના વ્યક્તિને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક