રાજ્યના હવામાનમાં પલટો, ક્યાંક ઠંડી તો ક્યાંક વરસાદી છાંટા
Live TV
-
રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવતા ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા થયા છે, કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીંતિથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
ગત સપ્તાહે અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રેશર દૂર થયા બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉત્તર-પૂર્વી પવનોની અસર જોવા મળી રહી છે. અમદાવાદ, અરવલ્લી સહિતના કેટલાંક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેના પગલે હળવી ઠંડીનો આનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ, અરવલ્લી સહિત નર્મદા, પાટણ અને ડાંગ સહિત કેટલાંક જિલ્લામાં વાતાવરણમાં પલટાના પગલે સવારથી જ વાદળછાયા માહોલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તથા ગિરિમિથક સાપુતારા તેમજ અન્ય ગામડાંઓમાં કમોસમી માવઠું થયું હતુ. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઘઉં, વરિયાળી અને જીરૂનું વાવેતર થયું છે. હાલ ઘઉં લણવાનું કામ ચાલુ છે, ત્યારે જો કમોસમી વરસાદ થાય તો નુકસાન થવાની ભીંતિના પગલે ખેડૂતો ચિંતિંત બન્યા છે.