અધિક પોલિસ મહાનિદેશક રાવના હસ્તે વડોદરા નવ નિર્મિત દંતેશ્વર ઓપન જેલનું લોકાર્પણ
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા જેલનાં કેદીઓ માટે ઓપન જેલની સુવિધા ઉભી થઇ રહી છે. વડોદરા ખાતે નવ નિર્મિત દંતેશ્વર ઓપન જેલનું લોકાર્પણ જેલનાં અધિક પોલિસ મહાનિદેશક કે. એલ. એન. રાવના હસ્તે કરવામાં આવ્યું હતું . જેલ વિભાગે 18 એકરથી વધુ જમીન પર દંતેશ્વર ઓપન જેલ અને શ્રીકૃષ્ણ ગૌશાળાની સ્થાપના કરી છે. અધિક પોલિસ મહાનિદેશક કે. એલ. એન. રાવે વહીવટી વિભાગ ની કચેરી, કર્મચારીઓનાં આવાસ સહિત ગૌ શાળાની પણ મુલાકાત લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગૌ શાળા અને ઓપન જેલ હેઠળ કેદીઓ દ્વારા ખેતી પણ થશે. તેમણે જણાવ્યું હતું કે વડોદરા જેલ કેદીઓને આવક અને કૌશલ્ય તાલીમની તક પણ આપે છે. તેમણે કહ્યું કે જેલના રસાયણ વિભાગે કોરોના કાળમાં સેનિટાઈઝર અને સાબુ પુરા પાડ્યા હતા તેમજ દરજીકામ વિભાગે માસ્ક બનાવવાનું સમાજ ઉપયોગી કામ પણ કર્યું હતું.
