અનંત અંબાણી દ્વારકામાં ઉજવશે તેમનો જન્મ દિવસ, તેમની પદયાત્રા રામનવીમાં દિવસે પૂર્ણ થશે
Live TV
-
રિલાયન્સ પરિવારના અનંતભાઈ અંબાણી આ વર્ષે પોતાનો 30 મો જન્મદિવસની દ્વારકાધીશની પગપાળા યાત્રા સાથે ઉજવી રહ્યાં છે. અનંત અંબાણીનો કાફલો સતત નવ દિવસથી રિલાયન્સ ટાઉનશીપથી દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી રહ્યાં છે અને હવે તેમની આ પદયાત્રા અંતિમ પડાવમાં પહોંચી છે.
આજે નવમાં દિવસથી તેમની પદયાત્રા દ્વારકા નજીક ગુરગટ ખાતેથી શરૂ કરી અને 10 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું અને હવે છેલ્લા 10 કિલોમીટર પૂર્ણ થતા આવતીકાલે રામનવમીના દિવસે સંભવિત તેમની પદયાત્રા દ્વારકાધીશ મંદિર ખાતે પૂર્ણ થશે.
અનંતભાઈ અંબાણી ભગવાન દ્વારકાધીશની અતૂટ શ્રદ્ધા સાથે અને રસ્તામાં હનુમાન ચાલીસાના પાઠ તેમજ જય દ્વારકાધીશના નાદ સાથે અવિરત પદયાત્રા કરી રહ્યા છે, ત્યારે રસ્તામાં ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સ્વાગત સન્માન પણ કરવામાં આવી રહ્યું છે.
દ્વારકાધીશ ની પદયાત્રા દરમિયાન રસ્તામાં ચાલતા ચાલતા અનંત અંબાણી અનેક લોકોના આશીર્વાદ લઈ રહ્યાં છે અને લોકોનો પણ તેમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તેમની આ પદયાત્રામાં લોકોના અને સાધુ-સંતોના સાથ સહકારથી અવિરત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.