રાજયમાં વાતાવરણમાં પલટો આવ્યો
Live TV
-
રાજયમાં ભરઉનાળાની સિઝનમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું
રાજયના વિવિધ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટા સાથે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. અમદાવાદના ઘણા વિસ્તારમાં સવારે ધુમ્મસ તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભુજ 42. 8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે રાજકોટમાં 42.7, અમરેલીમાં 41. 3 ડિગ્રી, ડીસામાં 41. 2 ડિગ્રી, અને અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 38. 8 અને સુરતમાં 34. 2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે દ્વારકામાં સૌથી ઓછું 30. 2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આજે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો રાજકોટ, કચ્છ, દીવ, જૂનાગઢ અને અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, મહિસાગર તેમજ વલસાડ, નવસારી, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં માવઠાની સંભાવના વ્યકત કરવામાં આવી છે..