અન્ન બ્રહ્મ યોજનાઃ રાજ્યમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોને વિનામૂલ્યે અપાઈ રહ્યો છે અનાજનો જથ્થો
Live TV
-
ભારત સરકારની આત્મ નિર્ભર ભારત યોજના હેઠળ અન્ન બ્રહ્મ આત્મનિર્ભર ભારત યોજના સમગ્ર ભારતમાં કાર્યરત છે. કોરોનાને કારણે lockdown દરમિયાન મજૂરી કે નોકરી કરતા પરપ્રાંતીય શ્રમિકો પાસે અનાજ ના હોય તેવી પરિસ્થિતિમાં આ યોજના હેઠળ કોઈ પણ પ્રદેશ ના કુટુંબ કે વ્યક્તિને વિનામુલ્યે અનાજ મળી શકે છે.
અન્ય કોઈ પ્રદેશમાંથી નોકરી ધંધાર્થે કે મજૂરી માટે ગુજરાત આવ્યા હોય અને તે વ્યક્તિ કે તેમના કુટુંબનો કોઈ આધાર ના હોય, ઘર કે રાશન કાર્ડ પણ ના હોય તેવા પર પ્રાંતીય કુટુંબો કે વ્યક્તિઓને અનાજનો જથ્થો વિનામુલ્યે મળી રહે તે હેતુસર, આ યોજના કાર્યાન્વિત છે.
અન્ન બ્રહ્મ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સમગ્ર ખેડા જિલ્લામાં રહેતા આવા પરપ્રાંતીય કુટુંબ કે વ્યક્તિઓને શોધી તેમને આ લાભ આપવામાં આવી રહ્યો છે. લાભાર્થીને કુટુંબના વ્યક્તિઓને વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કીલો ચોખા, તેમજ કુટુંબ દીઠ એક કીલો ચણા વિનામુલ્યો આપવામાં આવે છે.
