રાજ્યમાં જળબંબાકાર, 70 જળાશયો ઉભરાયાં, જનજીવન પર અસર
Live TV
-
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જનજીવન પર અસર - અનેક વિસ્તારના કોઝ વે પર ફરી વળ્યાં પાણી - તો, હડફ ડેમના માંરહે વૃક્ષ ધરાશાયી થતા અવરજવરમાં મુશ્કેલી - તો, માણાવદરના મટીયાણા ગામ પાસે ઓજત નદીનો પાળો તૂટતાં મગફળીના ખેરતમાં પાણી ફરી વળ્યાં
રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં 170થી વધુ તાલુકાઓમાં , સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તો મધ્યગુજરાત અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે , સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં , ધરખમ વધારો થયો છે. દર કલાકે જળ સપાટી 8 થી 10 સેન્ટીમીટર વધી રહી છે. તે સાથે જળસપાટી 124.62 મીટર પર પહોંચી છે.
જોકે ગેટ લગાવ્યા બાદ ડેમની સંગ્રહ ક્ષમતા 138.68 મીટરની છે, જેના કારણે ગુજરાતને પાણીની ભરપુર આવક થઈ રહી છે અને તેનો ફાયદો ગુજરાતની ખેતીને થશે. તો તાપીની ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થતા 22 પૈકી 7 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આસપાસના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથમાં પણ ફરીથી વરસાદ શરૂ થતાં એક જ રાતમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજકોટ અને તેના ઉપરવાસમાં સારા વરસાદને કારણે , આજી નદીમાં ઘોડાપુર આવ્યું છે. તો જિલ્લાના ધોરાતી અને ઉપલેટામાં ધોધમાર વરસાદના કારણે , ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ શરૂ થતાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં સાસણ-ગીરમાં અતિશય વરસાદ છે, તો હિરન નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. તો મહિસાગર જિલ્લાની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદથી કડાણા ડેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન જળસ્તર 20 ફૂટ જેટલું વધ્યું છે.
