Skip to main content
Settings Settings for Dark

કચ્છમાં સિઝનનો 153 ટકા વરસાદ, તો ચોમાસામાં પાવાગઢમાં સૌંદર્ય ખીલી ઉઠ્યું

Live TV

X
  • સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મેઘમહેર કચ્છ જિલ્લામાં થઈ છે, જ્યાં સિઝનનો 153 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે હજુ પણ મેઘરાજા સતત વરસી રહ્યા છે. ત્યારે ગઈકાલ સાંજ બાદ રાપર તાલુકામાં વરસેલા 4 ઈંચ જેટલા વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અનેક તળાવો ઓવરફ્લો થયા હતા, તો સામે ખેડૂતોએ વાવેલા ચોમાસુ પાકને નુકસાન થયું હતું. જ્યારે રાપરના અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

    પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ અને આસપાસમાં ધોધમાર વરસાદના કારણે, નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જેમાં પાવાગઢ ડુંગર પર આવેલા ખુંણીયા મહાદેવના મંદીરથી, ધોધ શરૂ થયો છે, જેના કારણે આસપાસના પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.

    હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે પ્રવાસીઓનો ધસારો વધે તેમ છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. તો બીજી તરફ ઉપરવાસમાં વરસાદના કારણે પંચમહાલમાં આવેલો દેવ ડેમ પણ , ઓવરફ્લો થતાં 2 દરવાજા ખોલાયા છે, અને 7 ગામોને એલર્ટ કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply