પ્રાકૃતિક કૃષિને લઈને રાજ્યપાલે સુભાષ પાલેકર સાથે કર્યો સંવાદ
Live TV
-
પ્રાકૃતિક કૃષિ ખેડૂતોની દશા અને દિશા બદલનારી ક્રાંતિ સાબિત થશેનું જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત - પદ્મશ્રી વિજેતા સુભાષ પાલેકરના યુ ટ્યુબ સંવાદમાં પ્રાકૃતિક કૃષિ અંગે રાજ્યપાલે આપ્યું માર્ગદર્શન - તો, ગાય આધારિત તેમજ પાણીની બચત સાથેની ખેતી તરફ વળવા કર્યું આહવાન
પ્રાકૃત્તિક કૃષિને વધુને વધુ ખેડુતો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે દર રવિવારે પદ્યશ્રી સુભાષ પાલેકરજી દ્વારા પ્રગતિશીલ ખેડુતો સાથે ઓનલાઈન સંવાદ યોજાય છે. આ સંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જોડાઈને ગુરૂકુળ કુરૂક્ષેત્રમાં 200 એકર જમીનમાં તેમણે અપનાવેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. જેનાથી ઓછા ખર્ચે સ્વાસ્થ્યપ્રદ ખેત ઉત્પાદન મેળવી શકાય છે. અને પાણીની બચત સાથે જમીનની ફળદ્રુપતા નિરંતર જળવાઈ રહે છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ ખેડુતોની દશા અને દિશા બદલનારી ક્રાંતિ સાબિત થશે.
