રાજ્યમાં નવા 972 દર્દીઓ સાજા થયા, તો નવા 14 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1102 નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 972 દર્દીઓ સાજા થયા છે, તેની સાથે સાજા થવાનો દર 80 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 69,229 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસનો આંકડો 86,779 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14,653 છે, જેમાંથી 79 વેન્ટિલેટર પર છે અને 14574 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 69229 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં નવા 14 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 248, અમદાવાદ જિલ્લામાં 177 અને વડોદરા જિલ્લામાં 119 નવા કેસ નોંધાયા છે.
