અમદાવાદઃ ઓડ ગામે CM રૂપાણીએ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
પાણીની તંગી દૂર કરવા માટે જળસંચય અભિયાન અંતર્ગત પાણીનો સંગ્રહ કરવા માટે પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે આજે સવારે અમદાવાદ જિલ્લાના ઓડ ગામે તળાવ ઊંડા કરવાના શ્રમયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના વિવિધ તળાવો ઊંડા કરવા, કાંસ તેમજ કેનાલની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.
પાણીની તંગી દૂર કરવા માટે જળસંચય અભિયાન અંતર્ગત પાણીનો સંગ્રહ કરવા માટે પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. મંગળવારે તીર્થધામ સોમનાથ ખાતે 50 લાખ રૂપિયાના ખર્ચે, હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ સ્થળેથી કાંપ માટી કાઢવાનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન, દેશનુ સૌથી મોટું અભિયાન છે. તેનાથી 35 નદીઓ પુનઃ જીવિત થશે. પવિત્ર યાત્રા ધામના ઘાટની સફાઇ થશે. 18 હજારથી વધુ ગામોમાં આ કાર્યક્રમ શરૂ થઇ ગયો છે.