ગાંધીનગરમાં રોહિતદાસ સેવા સમાજના સમૂહ લગ્નોત્સવમાં CM રૂપાણીએ આપી હાજરી
Live TV
-
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમૂહ લગ્નોત્સવ સામાજીક સદભાવના અને સમાજ શક્તિની ક્ષમતા ઉજાગર કરતા સંસ્કાર છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે મંગળવારે ગાંધીનગરમાં સંત રોહિતદાસ સેવા સમાજ આયોજિત 12મા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 23 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. તેમણે નવ દંપતીઓને સરકાર વતી, સુખી અને દીર્ધાયુ લગ્નજીવન માટે મંગલ કામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમૂહ લગ્નોત્સવ સામાજીક સદભાવના અને સમાજ શક્તિની ક્ષમતા ઉજાગર કરતા સંસ્કાર છે.
ઉપરાંત તેમણે લગ્નગ્રંથીથી જોડાયેલા 23 યુગલોને સમાજકલ્યાણ વિભાગના પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં સામાજીક અને ન્યાય અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય કરસનભાઈ, પૂર્વ ધારાસભ્ય આર.એમ.પટેલ, સંત રોહિતદાસ સેવા સમાજના પ્રમુખ નિર્મલભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.