Skip to main content
Settings Settings for Dark

ભુજના ST ડૅપોને ઉડાવી દેવાનો ISISના નામે ધમકીભર્યો પત્ર

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ISIS ના નામની ધમકીભર્યો પત્ર ભુજની એસ.ટી ડેપોને મળતા ચકચાર મચી જવા પામી છે. પત્ર મળતાની સાથે જ પોલિસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો

    ભુજના એસ.ટી ડેપોમાં 8 જેટલા બૉમ્બ મુકાયા હોવાનો પત્ર મળતા ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. ભુજના એસ.ટી.ડેપો મેનેજરના જણાવ્યા મુજબ વહેલી સવારે ટપાલ મારફતે બંધ કવરમાં પત્ર મળ્યો હતો, જેમાં હિંદી ભાષામાં ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખ્યું હતું કે, ભુજના બસ સ્ટેશનમાં ISISIએ 8 બૉમ્બ મુક્યા છે અને બસ સ્ટેશનને ઉડાવી દેવાશે. 

    ઘટનાની જાણ થતાં SOG સહિત જિલ્લા પોલિસનો ઉચ્ચ કક્ષાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. હાલ તો પત્ર ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો છે તે દિશામાં પોલિસ તપાસ હાથ ધરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
apply