Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ મહાન ઋષિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતિની ઉજવણી

Live TV

X
  • મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અમદવાદામાં જ્ઞાન જ્યોતિ પર્વની ઉજવણી કરવામાં આવી.

    આધુનિક ભારતના પ્રણેતા અને વેદ ના વિશ્વવિખ્યાત જ્ઞાતા એવા ભારતના મહાન ઋષિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અમદવાદામાં જ્ઞાન જ્યોતિ પર્વની ઉજવણી કરવામાં આવી. 

    આ કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન આર્ય-વિર દળ અને આર્ય-વિરાંગના દળ દ્વારા સામાજિક સંદેશ આપતાં રૂપકોની સાથે પરેડ પ્રસ્તુત કરવામાં આવી હતી. દેશભરમાંથી આવેલા આર્યસમાજના અનુયાયીઓએ સમુહ યજ્ઞ કર્યા હતા.

    આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ભાગ્યશાળી છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ ગુજરાતમાં છે અને આજે જ્યારે સમગ્ર વિશ્વ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીના ઉપદેશો આશાનો સંચાર કરે છે. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ વિશ્વને વેદનો પરિચય કરાવ્યો અને ભારતીય સંસ્કૃતિને જીવંત કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply