Skip to main content
Settings Settings for Dark

"મેરી માટી- મેરા દેશ" અમૃત કળશ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું

Live TV

X
  • "મેરી માટી- મેરા દેશ" અમૃત કળશ અભિયાન અંતર્ગત વેજલપૂર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર દ્વારા વિશિષ્ટ "તિરંગા કળશ"પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    "મેરી માટી- મેરા દેશ" અમૃત કળશ અભિયાન અંતર્ગત  વેજલપૂર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર દ્વારા વિશિષ્ટ "તિરંગા કળશ"પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા કાર્યાલય "સેવાલય" - ટાઇટેનિયમ સીટી સેન્ટરથી પ્રહલાદનગર ગાર્ડન સુધી પદયાત્રા યોજાઈ હતી. જેમાં નગરજનો તિરંગા કળશમાં માટી પુરી અભિયાનમાં સહભાગી થયા હતા. વેજલપુર વિધાનસભામાં સમાવિષ્ટ તમામ 251 બૂથના અમૃત કળશ અભિયાનના ઇન્ચાર્જ, બુથ સમિતિના સભ્યો, કાર્યકર્તાઓ, અને ધારાસભ્યો સહિતના આગેવાનો આ પદયાત્રામાં જોડાયા હતા.

     'મારી માટી, મારો દેશ' અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં  'અમૃત કળશ' યાત્રા યોજાઈ. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને બોરસદ તાલુકાના રાસ, સૈજપુર, વાસણા-રાસ, બનેજડા, કાંધરોટી, કણભા, અમીયાદ અને દિવેલ સહિતના ગામોમાં  'અમૃત કળશ' યાત્રા યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન મહાનુભાવોએ અમૃત કળશ માટે ગ્રામજનો પાસેથી માટી-ચોખા એકત્રિત કર્યા હતા. 'અમૃત કળશ' યાત્રા  જે જે ગામોમાં પહોંચી હતી,, ત્યાં સરપંચ અને ગ્રામજનો દ્વારા ઢોલનગારાથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply