ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે સિક્યોરિટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ લો અંગેની GNLU મૂટ કોર્ટ સ્પર્ધાનું સમાપન થયું
Live TV
-
ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે સિક્યોરિટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ લો અંગેની GNLU મૂટ કોર્ટ સ્પર્ધાનું સમાપન થયું
ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે સિક્યોરિટીઝ અને ઇન્વેસ્ટમેન્ટ લો અંગેની GNLU મૂટ કોર્ટ સ્પર્ધાનું સમાપન થયું હતું. આ સ્પર્ધામાં દેશભરની વિવિધ કાયદાની યુનિવર્સિટીઓની ટીમોએ ભાગ લીધો હતો.જેમાં હૈદ્રાબાદની નાલસાર યુનિવર્સિટી પ્રથમ નંબરે, બેંગુલુરૂની ક્રાઈસ્ટ યુનિવર્સિટી બીજા ક્રમે આવી હતી. તો ક્રાઈસ્ટ યુનિવર્સિટીની અદિતિ મોલા ને શ્રેષ્ઠ વક્તા અને સાસ્ત્રા ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીના એસ. કામેશને શ્રેષ્ઠ સંશોધક તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.સાથે જ લોઈડ લો કોલેજને બેસ્ટ રીટન સબમિસન માટે રૂ.25,000/- નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સમાપન પ્રસંગે GNLU ના ડાયરેક્ટર, પ્રોફેસર (ડૉ) એસ. શાંથાકુમારે જણાવ્યું હતું કે , GNLUમાં મૂટ કોર્ટ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓ માટે અનુમાનિત કેસો પર સંશોધન અને દલીલ કરવા માટે એક પ્લેટફોર્મ પુરૂં પાડવામાં આવે છે. જેથી વકીલ તરીકે કાયદાની અદાલતમાં પ્રેક્ટિસ કરવા માટે અને સફળ કાનૂની વ્યાવસાયિક બનવા માટે જરૂરી તમામ કુશળતા પ્રાપ્ત કરવામાં અમારા વિદ્યાર્થીઓને મદદ મળી રહે.
