અમદાવાદ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીની ઉજવણી
Live TV
-
અમદાવાદ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીની ઉજવણી
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતિ પ્રસંગે ફેબ્રુઅરી મહિનામાં જ્ઞાન જયોત પર્વનો પ્રારંભ નવી દિલ્હીથી કરાવ્યો હતો. આ સાથે સાંસ્કૃતિક જાગરણના એક યુગનો પ્રારંભ થયો છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો વિશ્વમાં મહિમા વધ્યો છે. વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ચીંધેલો માર્ગ સમગ્ર માનવજાત માટે આશાનો સંચાર કરે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારા ખાતે તેમના સ્મારક માટે રાજય સરકાર દ્વારા ટંકારા ખાતે 15 એકર જમીન મળી છે.
