અમદાવાદઃ રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો પર સ્થળ પર જ નોંધાશે FIR
Live TV
-
અમદાવાદઃ રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો પર સ્થળ પર જ નોંધાશે FIR
અમદાવાદમાં હવે થી રોંગ સાઇડ વાહન ચલાવ્યું તો પોલીસ સ્ટેશન જવું પડશે. અમદાવાદ શહેરમાં રોંગસાઇડ વાહન ચલાવવાને કારણે વાહન અકસ્માતનાં ગંભીર બનાવો બનતા હોય છે અને આ અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાના બનાવો પણ બને છે. જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનોની સુયોગ્ય અમલવારી કરાવવા અંગેની ડ્રાઇવ રાખવી જરૂરી બને છે. અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસો કરવા અંગેની ડ્રાઈવ તા.22-06-2024 થી તા. 30-06-2024 સુધી સમગ્ર શહેરમાં રાખવામાં આવેલ છે.
આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર વિરુદ્ધ IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, પોતાનું વાહન રોંગ સાઈડ કે ખોટી દિશામાં નહી ચલાવી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરીએ.
