અમદાવાદના ઘટલોડિયામાં સૌથી મોટી પોલીસ લાઈનનું ગૃહમંત્રી અમિત શાહે કર્યું ખાતમુહૂર્ત
Live TV
-
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારી શહેરની સૌથી મોટી પોલીસ લાઈનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ તરફથી આ પોલીસ લાઈનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાધુનિક સાધનોથી સજ્જ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનનું નિર્માણ કરાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના એમડી, નિપુણા તોરવણે ખાસ ઉપસ્થિત રહ્યા.