અમદાવાદના દેત્રોજ ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે 'કિસાન સમ્માન દિવસ' નો આરંભ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે અમદાવાદના દેત્રોજ ખાતે "કિસાન સમ્માન દિવસ" ની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં કિસાન સૂર્યોદય યોજનાના અસરકારક અમલીકરણથી ખેડૂતને "નિરાંતની નીંદર" મળશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આ યોજનાના અસરકારક અમલીકરણ બાદ આજે દેત્રોજ તાલુકાના ૩૦ જેટલા ગામોના ખેડૂતોને આ યોજના થકી ખેતી અને સિંચાઈ માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થનાર છે જે એક ઐતિહાસિક ક્ષણ છે. આ યોજના દેત્રોજ તાલુકાને જ નહીં રાજ્યના તમામ ખેડૂતો,જગતના તાતની સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
સરકારના આ નિર્યણ દ્વારા ખેડૂતોમાં ખેતી માટે સકારાત્મક ભાવ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
