2,66,000 સોલર રૂફ ટોપ સિસ્ટમ લગાવી ગ્રીન ઉર્જામાં ગુજરાત મોખરે
Live TV
-
ગુજરાતમાં “સૂર્ય ગુજરાત” યોજના હેઠળ 2,66,000 મકાનની છત ઉપર સોલર રૂફ ટોપ સિસ્ટમ અત્યાર સુધીમાં લાગી ચૂકી છે અને તેની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા એક હજાર મેગાવોટ જેટલી થવા જાય છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે રહેણાંક વિસ્તારમાં ઘેર ઘેર વીજળી ઉત્પાદનની વ્યવસ્થા ઊભી કરનાર જાગૃત નાગરિકોને સબસિડી પેટે 1640 કરોડ રૂપિયા પણ ચૂકવાયા છે .
સૌરભ પટેલે ઉમેર્યું હતું કે રહેણાંક ક્ષેત્રના સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. સૂર્ય-ગુજરાત યોજના માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અત્યાર સુધીમાં ૯૩૨ મેગાવોટની ક્ષમતા માટે રૂ.1530 કરોડ રૂપિયાની સહાય પણ મંજૂર કરવામાં આવેલ છે જેમાં પણ રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે .
