અમદાવાદના શિયાળ ગામે પ્રવાસનમંત્રીની ઉપસ્થિતિમાં 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી
Live TV
-
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં વિવિધ સ્થળોએ 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં હતી. જે અન્વયે બાવળા તાલુકાના શિયાળ ગામ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મતિથિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારોમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે અનેક વિકાસકાર્યો અને યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આદિવાસી પરિવારોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી 'વનબંધુ કલ્યાણ યોજના' જેવી અનેક પહેલ અને યોજનાઓ થકી જ આદિવાસી સમાજને વિકાસના મુખ્યપ્રવાહમાં જોડવામાં સફળતા મળી છે. સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદીની ચળવળમાં અનેક આદિવાસીઓએ બલિદાન આપ્યાં છે, ત્યારે વિકસિત ભારતના નિર્માણમાં પણ આદિવાસી સમાજ અગ્રેસર રહે તેવી પ્રધાનમંત્રી મોદીની નેમ છે.
શિયાળ ગામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો લાભ 500થી વધુ લોકોએ લીધો હતો. વધુમાં 110થી વધુ લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.