Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • સમગ્ર વિશ્વમાં જુલાઈ માસ એ બોન ટ્યુમર, સાર-કોમા અવેરનેસ  માસ તરીકે ઉજવાય છે.  જે નિમિત્તે અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વમાં દસ લાખ લોકોમાંથી પાંચથી સાત લોકોમાં બોન ટ્યુમર સાર-કોમાની બીમારી જોવા મળે છે. આ બીમારીની સર્જરી ખૂબ જ જટિલ છે.  ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે  હેતુથી સર્જરી કરીને સાજા થયેલા લોકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.  જેમાંથી ઘણાં દર્દીઓ સર્જરી કરાયા બાદ પણ નોર્મલ લાઇફ જીવી રહ્યા છે. અને તેમને હજી સુધી કોઇ તકલીફ થઇ નથી. આ અંગે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડોક્ટર અભિજીત સાલુંકે જણાવ્યું કે, G.C.R.I. એ દેશનું મોટું સારવાર કેન્દ્ર છે. જ્યાં બોન ટ્યુમર્સ  દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અને સરકારની યોજનાઓ અંતર્ગત અહીં મફત સારવાર કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply