Skip to main content
Settings Settings for Dark

વડોદરા જિલ્લાના મંજૂસર ખાતે નવીન પોલીસ સ્ટેશન કાર્યરત કરાશે: ગૃહરાજય મંત્રી

Live TV

X
  • ગૃહરાજય મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજયમા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જ્ળવાઈ રહે અને નાગરિકોને ઘર આગણેજ ન્યાય મળે એ માટે રાજય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ખાતે નવીન પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 

    ગૃહરાજય મંત્રી એ ઉમેર્યુ કે, વડોદરા ગ્રામ્યના સાવલી તાલુકાના આ નવીન મંજુસર પોલીસ સ્ટેશન માટે ૮૯ જગ્યાઓની મંજુરી આપવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનમાં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ૧૫ ગામો ,ભદરવા પોલીસ સ્ટેશનમાંથી ૧૪ ગામો ( જેમાં બળવંત તલાવડી , લાખાપુરા અને દાતારપુર પરાનો પણ સમાવેશ થાય છે .) અને સાવલી પોલીસ સ્ટેશનમાંથી ૯ ગામો મળી કુલ ૩૮ ગામોનો મંજુસર પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરાયો છે. જેના પરિણામે આ ગામના નાગરિકોને પોલીસની સેવાઓ માટે હવેથી દૂર જવુ નહી પડે અને તેઓની  ફરિયાદ પરત્વે ઝડપથી કામગીરી હાથ ધરી શકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply