રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 21 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડાનો ક્રમ યથાવત રહ્યો છે . રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 21 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 5, વડોદરામાં 4, જુનાગઢમાં 3, ભરૂચ અને સુરતમાં 2, જ્યારે અમરેલી, આણંદ, દાહોદ, ગીરસોમનાથ અને મોરબીમાં 1 -1 કેસ નોંધાયા છે. તો રાજ્યના 23 જિલ્લાઓમાં કોરાનાનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે 29 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ, અઠાણું પોઇન્ટ પંચોત્તેર ટકા પર પહોંચ્યો થયો છે. અત્યાર સુધીમાં કુલ 8 લાખ, 14 હજાર, 514 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 3 કરોડ, 29 લાખ ,58 હજાર, 203 ડોઝ રસીકરણના આપવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 3 લાખ, 43 હજાર, 742 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તથા અત્યારે કુલ 260 એક્ટિવ કેસ છે.
