Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના 176 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદના 176 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગૃહમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાવળા નગરપાલિકામાં 240થી વધુ મકાનોનું લોકાર્પણ કર્યું હતું. જેની કિંમત આશરે 1700 લાખ રૂપિયા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 59 કાર્યો માટે 123 લાખ રૂપિયા ફાળવાયા છે, જેનો સીધો લાભ બાવળા અને સાણંદના 4 ગામોને મળશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કોરોનાના સંકટકાળમાં પણ આટલા વિકાસકાર્યો બદલ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોવિડના સંકટમાં પણ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply