હોમ સ્ટે પૉલિસીને વધુ સરળ બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ અભિગમ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોમ સ્ટે પૉલિસીને વધુ સરળ બનાવવા મહત્વનો અભિગમ દાખવ્યો છે. હવે રાજ્યના ગ્રામીણ જીવન સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા આવતા દેશ-વિદેશના પર્યટકોને પોષાય તે દરે સ્વચ્છ સુવિધા યુક્ત આવાસની સગવડ આ હોમ સ્ટે પૉલિસી અન્વયે મળશે. રાજ્યના લોકો એક થી 6 રૂમ સુધીના આવાસ અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ આ પૉલિસી અંતર્ગત પોતાના ઘર આપી શકશે. આવા હોમ સ્ટે ને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલુ વીજ દરનો લાભ પણ મળશે. રાજ્યમાં હાલ 100 જેટલા હોમ સ્ટે કાર્યરત છે. અને હવે આ પૉલિસીને કારણે તેમાં વધારો થશે. સાથે જ ગ્રામીણ રોજગારી સાથે ટુરિઝમ અને હોટલ ઈન્ડસ્ટ્રીઝમાં રોજગારીની વ્યાપક તકો ખુલશે.
