અમદાવાદના 609માં સ્થાપના દિનની શહેરીજનોએ કરી ઉજવણી
Live TV
-
શહેરના મેયર બિજલબેહેને એલિસબ્રિજ ખાતે સ્થિત માણેકબુરજ ખાતે પૂજન કર્યું ત્યારે, મુસ્લિમ બિરાદરોએ પણ શહેરીજનોના સુખાકારી માટે કરી દુઆ
અમદાવાદ શહેરને વિશ્વ હેરીટેજ સીટીમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ત્યારે આ વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદનો આજે 609મો સ્થાપના દિવસ છે.આજે વહેલી સવારે શેહરીજનોએ પોતાના શહેરનો સ્થાપના દિવસ ભારે હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. હેરીટેજ સીટીને જાળવી રાખવાની જવાબદારી સાથે શહેરના તમામ લોકોએ પ્રયાસ કર્યા છે. ત્યારે શહેરના મેયર બીજલબેન પટેલ સહિતના શહેરીજનોએ એલિસબ્રિજ ખાતે આવેલા માણેકબુરજ ખાતે પરંપરાગત શહેરના કિલ્લાને પુજન વિધી કરી અને સંત માણેકનાથને શહેરીજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તો સરખેજના રોજા ખાતે મુસ્લિમ બિરાદરોએ હજરત શેખ અહેમદશાહ ખટ્ટુ ગંજ બક્ષની દરગાહ પર દુઆઓ કરી હતી. અને શહેર તેમજ રાજ્યના વિકાસ એકતા માટે પ્રાર્થના કરી હતી. બાદશાહ અહેમદશાહનું આબાદ શહેર એટલે જ આજનું અમદાવાદ છે.જેનો સ્થાપના દિવસ 6 સદીઓથી શહેરીજનો ઉજવી રહ્યા છે.શહેરના વિકાસમાં સાબરમતી નદિનો પણ પ્રભાવ રહ્યો છે. વિશ્વના મોટા શહેરોમાંનું એક શહેર એટલે આજનુ અત્યાધુનક સુવિધાઓ અને ઉદ્ધોગોથી ધમધમતુ અમદાવાદ શહેર દિનપ્રતિદિન પ્રગતિના સોપાનો સર કરી રહ્યુ છે. ત્યારે શહરીજનોએ ખુશી વ્યકત કરી હતી.
